top of page
  • Writer's pictureGajeraVidyabhavanKatargam

‘ગુરુ પૂર્ણિમા’નું મહત્વ:-


અષાઢ સુદ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમાતરીકે ઉજવવામાં આવે છે ગુરુપૂર્ણિમા સંત વેદવ્યાસના સન્માન માટે ઉજવવામાં આવે છે.જેમને બધા વેદો અને પુરાણોનું સંકલન કરવાનો શ્રેય આપવામાં આવે છે તેમનાઆશ્રેય અને યોગદાનને યાદ કરવા માટે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે હિન્દુ ધાર્મિક ગ્રંથ ‘મહાભારત’ના રચયિતા એવા ગુરુ વેદ વ્યાસનો જન્મ આ દિવસે થયો હતો. જેથી આ દિવસને ‘ગુરુપૂર્ણિમા’ તરીકે ઉજવવામાં આવે છે.


ગુરુ પૂર્ણિમાએ ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધોને ઉજાગર કરતો તહેવાર છે.આ દિવસે શિષ્ય પોતાના ગુરુને ગુરુદક્ષિણા આપીગુરુનાઋણ માંથી મુક્ત થાય છે આજના દિવસે દરેક શિષ્ય

પોતાનાઇસ્ટગુરુનું પૂજન તથા વંદન કરે છે

હિન્દુ ઓની સાથેસાથે જૈન અને બૌદ્ધ ધર્મના લોકો દ્વારા પણ ગુરુપૂર્ણિમાના તહેવાર ની ઉજવણી કરવામાં આવે છે. ગુરુનેભગવાન કરતાં પણઊંચોદરજ્જો આપવામાં આવ્યો છે. ગુરુ વિનાનું જીવન અધૂરું છે. જેવી રીતે માતા-પિતા આપણને સંસ્કાર આપે છે તેવી જ રીતે ગુરુ આપણને જ્ઞાન આપે છે. જે મહેનતથી અને તકદીરથી ન મળે એ ગુરુકૃપાથી મળે છે. ગુરુ સમયથી પહેલા અને ભાગ્યથી વધારે આપવાની ક્ષમતા ધરાવે છે તેથી જ કહ્યું છે કે :

‘ગુરુ ગોવિંદ દોનોખડે, કીસકો લાગુ પાય

બલિહારી ગુરૂ આપને, ગોવિંદ દિયો બતાય.’

ઉપરોક્ત પંક્તિમાં ગુરુનો મહિમા બતાવતાં કહ્યું છે કે એક બાજુ ગુરુ અને બીજી બાજુ સાક્ષાત ભગવાન ઉભા હોય તો કોને પહેલા પગે લાગવુ? ત્યારે ગુરુનેજ પહેલા વંદન કરવા જોઈએ જેમને જ્ઞાનરૂપી પ્રકાશથી સત્યનો સાક્ષાત્કાર કરાવ્યો.

પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ જંગલમાં આશ્રમ બનાવીને રહેતા. શિષ્ય ગુરુના આશ્રમમાં વિદ્યા મેળવવા જતા અને ગુરુના આશ્રમમાં રહીને જ અભ્યાસ કરતા. ત્યાં ગુરુ પોતાના શિષ્યોને ધનુર્વિદ્યા, શસ્ત્ર વિદ્યા અને સાથે સાથે જીવન ઉપયોગી જ્ઞાન પણ આપતા દરેક કળામાં નિપૂર્ણ બનીને જ્યારે શિષ્ય આશ્રમ છોડીને જતા ત્યારે પોતાના ગુરુને યથાશક્તિ દક્ષિણાઆપીનેજતા.

બાળકના પ્રથમ ગુરુ એટલે એની જન્મદાતા માતા.માતાને પ્રથમગુરૂમાનવામાં આવે છે. એટલે કહેવાય છે કે એક માતા સો શિક્ષકની ગરજ સારે છે.


ગુરુ એટલે જીવનના અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનાર. શિષ્યના જીવનમાં અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરીને જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય એ સાચા ગુરુ.

48 views0 comments

Recent Posts

See All
Post: Blog2 Post
bottom of page