GajeraVidyabhavanKatargam
વિશ્વ ગુજરાતી ભાષા દિવસ
‘જય ગરવી, જય ગરવી ગુજરાત
દીપે અરુણ નું પ્રભાત'

ગુજરાતની પવિત્ર ધરા ઉપર જન્મી ગુજરાતનું નામ રોશન કરનાર એવા વીર કવિ નર્મદનો જન્મ 24 ઓગસ્ટ 1833 ના રોજ સુરત મુકામે થયો હતો.ઉપર યુક્ત કવિતા જે ગુજરાતની વિશેષતાને આપણી સમક્ષ રજૂ કરે છે એવી સુંદર મજાની કવિતાના રચિતા એવા વીર કવિ નર્મદનો જન્મદિવસને યાદ કરવા અને તેમની ઉજવણી કરવા અમારી શાળા 'એચ. જે .ગજેરા ઇંગલિશ મીડીયમ સ્કુલ' કતારગામમાં ધોરણ 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાનું આયોજન , નર્મદ પુસ્તકાલયની મુલાકાત અને કવિ નર્મદના ઘરની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ આપણા દેશના ભવ્ય ઇતિહાસને જાણે, સમજે અને તેને જાણવાનો પ્રયાસ કરે તે હેતુથી સ્પર્ધાના વિષયોમાં 'કવિ નર્મદ નો જન્મ-કવન', 'માતૃભાષા નું મહત્વ' અને 'મારું ગુજરાત' જેવા વિષય પર રાખવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં 21 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ સરસ મજાનું વક્તવ્ય આપ્યું સ્પર્ધાની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી ત્યારબાદ કવિ નર્મદના જીવનમાં બનેલી દુખદ ઘટના અને ત્યારબાદ થયેલ જીવન પરિવર્તન અને કવિ બન્યા નું ઘટનાનું વર્ણન એક નાનકડા સુંદર મજાના નાટક દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું ગુજરાતની વિશેષતા દર્શાવતું નર્મદની રચના 'જય જય ગરવી ગુજરાત' વિદ્યાર્થી તેમજ સંગીતના સૂર લય, તાલ સાથે રજૂ કરવામાં આવ્યું..જે ખુબજ કર્ણપ્રિય હતી.


કવિ નર્મદ નામે ચાલતી વિશાળ પુસ્તકાલયની 'કવિ નર્મદ પુસ્તકાલયની મુલાકાતે' વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યા અને વિદ્યાર્થીઓને કવિ નર્મદના ઘરની મુલાકાતનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોએ હર્ષભેર ભાગ લીધો.


જેમાં પુસ્તકાલય અને ઘરની મુલાકાત દરમિયાન બાળકોને તેમના જીવન કવન વિશેની માહિતી પ્રાપ્ત કરી ભાષા પ્રત્યેનો તેમનો યોગદાન જાણ્યું .સમાજ સુધારક તરીકેની તેમની કામગીરી વિશેની માહિતી મેળવી. આમ સુરતના કવિના વિશેની માહિતી બાળકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહી.


આમ, કવિ નર્મદ ના જન્મદિનની ઉજવણી ખૂબ ઉત્સાહ અને ઉમંગથી કરવામાં આવી.
